મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે પેપર મીલમાં હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના સરતાનપર રોડે પેપર મીલમાં હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સોપરાઇટ પેપર મીલના કમ્પાઉન્ડમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને છાતીના ભાગે ગંભીર જા થઈ હોવાથી તેને યુવાનને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ હાલમાં ડમ્પરના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી જમાદાર રાસિંગ પાવરા (67)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 13 કેડબલ્યુ 3529 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સોપરાઇટ પેપર મીલના કમ્પાઉન્ડમાં આવેલ લેબર ક્વાર્ટરમાં ફરિયાદીનો દીકરો આદેશ જમાદાર પાવરા (25) રહેતો હતો અને ત્યાં કારખાનાના કમ્પાઉન્ડની અંદર કામગીરી કરી રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો અને ત્યારે આદેશ પાવરાને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બાઈકની ચોરી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામની પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ કેરવાડીયા (32)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ પાસે પરસોતમ ચોકમાં શનિ મંદિરની બહાર તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 8204 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી 50000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News