મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા પાસે યુદ્ધે ચડેલા ખુટીયાને બચાવવા જતાં આઇસર ચાલકે વૃદ્ધને હડફેટે લીધા


SHARE













હળવદના નવા દેવળીયા પાસે યુદ્ધે ચડેલા ખુટીયાને બચાવવા જતાં આઇસર ચાલકે વૃદ્ધને હડફેટે લીધા

હળવદના નવા દેવળીયા ગામે પ્લોટ વિસ્તારમાંથી અજાણ્યો આઇસર ચાલક પોતાનું વાહન લઈને પસાર થતો હતો ત્યારે તેના વાહન આડે યુદ્ધે ચડેલા બે ખુટીયા આવ્યા હતા જેને બચાવવા જતા રોડ સાઈડમાં ચાલીને જતા વૃદ્ધને આઇસર ચાલકે હડફેટે લીધા હતા જેથી તેને ઇજા થવાથી સારવારમાં લઈ ગયા હતા અને ઇજાગ્રસ્તના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ખોડીયાર પાર્ક સોસાયટી શેરી નં-1 માં રહેતા ઘનશ્યામભાઈ કરસનભાઈ આઘારા (49)એ  અજાણ્યા આઇસર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, હળવદના નવા પ્લોટ વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિર પાસેથી તેઓના મોટાભાઈ જયંતિભાઈ કરસનભાઈ આઘારા (58) ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસર ચાલક પોતાનું વાહન લઇએ ત્યાંથી જઇ રહ્યો હતો અને તેના વાહનની આડે યુદ્ધે ચડેલા બે ખુટીયા આવ્યા હતા જેથી ખુટીયાને બચાવવા જતાં ફરિયાદીના મોટાભાઈને આઈસર ચાલકે હડફેટે લેતા તેઓને ડાબી બાજુના ખભામાં તથા છાતીના ભાગે ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને આઇસર ચાલક સ્થળ ઉપરથી વાહન લઈને નાસી ગયેલ હતો જેથી હાલમાં ભોગ બનેલ વૃદ્ધના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહનમાં નુકશાન

પડધરીના દહીસરડા ગામના રહેવાસી રજનીશભાઈ દામજીભાઈ કેરવાડીયા (37)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 બીએફ 5732 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટંકારામાં લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડા પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે એચઆર 1073 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી તેઓની કારમાં પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી કારની જમણી બાજુના બંને દરવાજા બમ્પર ડાબી બાજુના ટાયર, દરવાજા અને પાછળના ટાયર અને રિંગ પ્લેટમાં નુકસાની કરી હતી અને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સાથે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News