મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂ ભરેલ ઈકો સાથે બે પકડાયા, બેની શોધખોળ: 2.80 લાખનો મુદામાલ કબજે


SHARE









વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂ ભરેલ ઈકો સાથે બે પકડાયા, બેની શોધખોળ: 2.80 લાખનો મુદામાલ કબજે

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાંથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી ઈકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂ અને કાર મળીને 2.80 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને હાલમાં બે આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ દારૂ મોકલાવનાર અને મંગાવનારના નામ સામે આવેલ હોવાથી ચાર શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાંથી વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ ઉપર વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર થી ઇકો ગાડી નંબર જીજે 3 એચકે 1024 પસાર થઈ રહી હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 80,000 ની કિંમતનો દારૂ તથા 2,00,000 ની કિંમતની ગાડી આમ કુલ મળીને 2.80 લાખના મુદ્દામાલ સાથે રમેશભાઈ ઉર્ફે અટ્ટી ભીખાભાઈ બોહકિયા (30) અને પ્રવીણભાઈ દેવાભાઈ ઉઘરેજા (32) રહે બંને ધારા ડુંગરી ગામ બાપાસીતારામની મઢુલી પાસે તાલુકો સાયલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂ મંગાવનાર તરીકે નરેશભાઈ પરસોત્તમભાઈ કોળી રહે. ત્રાજપર ખારી મોરબી અને દારૂનો જથ્થો આપનાર તરીકે રવિભાઈ ભુદરભાઈ કોળી રહે. નળખંભા તાલુકો થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી ચારેય શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News