મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર


SHARE









મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર

 

મોરબીના ખાખરાળા ગામે વેકેશન કરવા માટે ઘરે આવેલ યુવાન દુકાને અન્ય લોકોની સાથે બેઠો હતો તે યુવાન ઉપર બંદુકમાંથી ભડકો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, બંદૂક ફૂટી ન હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરીના આડેધડ ઘા ઝીકીને યુવાનની હત્યા કરી હતી જે આરોપી ને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
 
મોરબીના ખાખરાળા ગામે રહેતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)એ સાગર ઉર્ફે મૂલું આયદાનભાઈ ડાંગર રહે. ખાખરાળા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેનો મોટો દીકરો કિશન જગદીશભાઇ કરોતરા (21) રાજકોટ ખાતે બી.એડ. નો અભ્યાસ કરતો હતો. અને તેની સાથે જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો જો કે, તેનો દીકરો કિશન વૅકેશન કરવા માટે તેઓના ઘરે ખાખરાળા ગામે આવ્યો હતો અને ત્યારે આરોપીએ તેને છાતી, વાસા, જમણા ખંભા, કાંડા અને જમણા હાથના પોંચાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા કિશનને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું જેથી હત્યાનો ગુનો નોંધાયો હતો દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. ચારેલ અને તેઓની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી મુળુ ઉર્ફે સાગર આદાનભાઈ ડાંગર (૩૩) રહે. સતનામ સોસાયટી નાની વાવડી મોરબી વાળાની ધરપકડ કરેલ હતી જે આરોપીને રીમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના પાંચ દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

 




Latest News