મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધ છ મહિનાથી ગુમ, શોધખોળ શરૂ
મોરબી નજીક કેટરિંગના માણસોને લઈ જતુ વાહન પલ્ટી જતાં 17 ને ઇજા: વાહન ચાલક સામે ગુનો નોંધાયો
SHARE







મોરબી નજીક કેટરિંગના માણસોને લઈ જતુ વાહન પલ્ટી જતાં 17 ને ઇજા: વાહન ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીથી રાજકોટના ખીજડિયા ગામે કેટરિંગનું કામ કરવા માટે મહિલાઓ અને યુવતીઓ છોટા હાથી વાહના જઇ રહી હતી તેવામાં ટંકારા તાલુકાનાં લજાઈ અને વિરપર ગામની વચ્ચે કોઈ કારણોસર છોટા હાથી વાહન પલ્ટી મારી ગયું હતું અને તે વાહનમાં બેઠેલા 17 જેટલા લોકોને નાના મોટી ઇજાઓ થઇ હતી જેથી તેને મોરબીની સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા. અને આ બનાવ સંદર્ભે હાલમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યાવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી સબ જેલ સામે વણકરવાસ શેરી નં-2 માં રહેતા અને કેટરીંગમા મજુરી કરતાં હંસાબેન હિંમતભાઇ જાદવ (35)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન કેએચટીએ કેરી વાહન નંબર જીજે 36 વી 8780 ના ચાલક નરેશભાઇ કણજારીયા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગઇકાલે સવારે સાત વાગ્યે મોરબી રાજકોટ રોડ ઉપર લજાઈ અને વીરપર વચ્ચે તેઓ અને કેટીરિંગમાં મજૂરી કામ કરતી અન્ય મહિલાઓ આરોપીના વાહનમાં રાજકોટના ખીજડીયા ગામે પ્રસંગમાં પીરસવા માટે જતાં હતા ત્યારે કોઈ કારણોસર આરોપીનું વાહન પલ્ટી મારી ગયું હતું જેથી તે વાહનમાં બેઠેલા લોકોમાંથી 17 જેટલા લોકોને ઇજા થઈ હતી માટે તેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ અને ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી ત્યારે બાદ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી પોલીસે ઇજા પામેલ મહિલાની ફરિયાદ લઈને વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
