અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામના યુવાનનું બાઇક સ્પિલ થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર દરમ્યાન મોત


SHARE

















વાંકાનેરના મેસરીયા ગામના યુવાનનું બાઇક સ્પિલ થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાનનું બાઈક સ્લીપ થયું હતું જેથી તેને પગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાંથી પરત તેને ઘરે લઈ જતા હતા ત્યારે રસ્તામાં પાછો દુખાવો શરૂ થયો હતો અને બેભાના થઈ જતાં તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી પોલીસે તેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા લાલજીભાઈ ગોવિંદભાઈ સાકરીયા (34) નામના યુવાનનું ગત તા. 3/4/2025 ના રોજ કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને પગે તથા શરીરે ઇજાઓ થયેલ હોવાથી પ્રથમ સારવાર માટે તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવારમાંથી તેઓને પરત ઘરે લઈને આવતા હતા ત્યારે તા. 10/5/25 ના રોજ તેને પાછો દુખાવો પડ્યો હતો અને બેભાન હાલતમાં તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ બોટલ દારૂ સાથે મહિલા પકડાઇ

મોરબીના લાતી પ્લોટ શેરી નં-8 માંથી પસાર થતી મહિલાને રોકીને પોલીસે ચેક કર્યો હતી ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 900 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહિલા રીનાબેન સલીમભાઈ ભટ્ટી (34) રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News