મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

અમેરિકા લગ્નમાં જવા માટે પેકેજ ટુર એર ટિકિટ બુક કરાવનાર મોરબીના બે વૃદ્ધ સાથે 7.71 લાખની છેતરપીંડી


SHARE













અમેરિકા લગ્નમાં જવા માટે પેકેજ ટુર એર ટિકિટ બુક કરાવનાર મોરબીના બે વૃદ્ધ સાથે 7.71 લાખની છેતરપીંડી

મોરબીના રવાપર રોડે આવેલ પટેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધ સહિત બે વ્યક્તિને લગ્ન પ્રસંગમાં અમેરિકા જવું હતું જેથી અમદાવાદની વૈશાલી ટુરીઝમ પ્રા. લિ. માં તેઓએ પેકેજ ટુર એર ટિકિટ બુક કરાવી હતી જેના માટે વૃદ્ધ સહિત બે વ્યક્તિએ 7,71,213 રૂપિયા આપ્યા હતા જોકે ફરિયાદી કે સાહેની ટિકિટ બુક ન કરાવીને તે બંને સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને વૃદ્ધના રૂપિયા ઓળવી ગયેલ દંપતિની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધીને આરોપી દંપતિને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડે આવેલ પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઈ બાલુભાઈ ઉઘરેજા (70) નામના વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે અને ભાવિકાબેન મહર્ષિભાઈ દવે રહે. બંને એ-402 સુકુન રેસીડેન્સી જેકે પાર્ક બસ સ્ટોપ સામે ચંદ્રોલા ગોતા રોડ અમદાવાદ વાળાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીને તથા સાહેવસંતભાઈ અંબાલાલ પટેલને અમેરિકા ખાતે લગ્ન પ્રસંગમાં જવું હતું જેથી આરોપીઓની વૈશાલી ટુરીઝમ પ્રા.લિ. નામની પેઢી મારફતે વૃદ્ધને વિશ્વાસમાં લેવામાં આવેલ હતા અને કપટભરી રીતે એર ટીકીટ ઇલેકટ્રોનીક માધ્યમથી બનાવી પેકજ ટુર અને એર ટીકીઝ બુક મળી રૂપીયા 7,71,213 બુકીંગના નામે મેળવી લીધા હતા અને ટીકીટ બુક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ નહી કરી ફરિયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપી દંપતીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી

મોરબીના ધરમપુર ગામની સીમમાં આવેલ રવિરાજ ચોકડીથી મોરબી તરફ જતા રસ્તા ઉપર મચ્છુ-3 ડેમના પુલના ખૂણા પાસે સાઈડમાં બાઈક નંબર જીજે 13 એલએલ 3549 પાર્ક કરીને મૂક્યુ હતું જે 30,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને સુજ્ઞેશભાઈ ચંદુલાલ પાટડીયા (35) રહે. ન્યુ એરા સ્કૂલ પાસે બ્લોક નં-201 સીટી હાઈટ એપાર્ટમેન્ટ રવાપર ગામ મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News