મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સોસાયટીમાં કિરાણાની દુકાનમાંથી 65 બોટલ દારૂ સાથે દુકાનદારની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE













મોરબીના ઉમિયા સોસાયટીમાં કિરાણાની દુકાનમાંથી 65 બોટલ દારૂ સાથે દુકાનદારની ધરપકડ: માલ આપનારની શોધખોળ

મોરબીના શનાળા પાસે આવેલ ઉમિયા સોસાયટીમાં કિરાણાની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર કિરાણાની દુકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને 65 બોટલો મળી આવી હતી જેથી 48,814 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને પોલીસે દુકાનદારને ધરપકડ કરી હતી અને માલ આપનારનું નામ સામે આવ્યું હોય હાલમાં બે શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામ પાસે આવેલ ઉમિયા સોસાયટીમા કનૈયા પાન એન્ડ કિરાના નામની દુકાન આવેલ છે અને તે દુકાનમાં દારૂનો જથ્થો હોવાની મોરબી એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 65 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 48,814 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દુકાનદાર કિશોરભાઈ ઉર્ફે કાંતિભાઈ હરજીભાઈ પનારા (48) રહે. સનાળા ઉમિયા સોસાયટી પાટીદાર હિલ્સ બ્લોક નંબર 101 મોરબી મૂળ રહે કોયલી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો તેણે જુનેદ ઉર્ફે લાલો મહેબૂબભાઈ માયક રહે. પંચાસર રોડ ભારતપરા મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે હાલમાં બંને શખ્સોની સામે ગુનો નોંધીને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા અકબર દાઉદભાઈ મોર (40) નામના યુવાનને વસુંધરા હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતા રમેશભાઈ હરખજીભાઇ ઠોરીયા (63) અને નયનાબેન રમેશભાઈ ઠોરીયા (33) નામના બે વ્યક્તિઓને બગથળા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News