મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ખોડ ગામે ઘરે પાણી ભરવા બાબતે યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની ધમકી


SHARE













હળવદના ખોડ ગામે ઘરે પાણી ભરવા બાબતે યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની ધમકી

હળવદના ખોડ ગામે ઘરે પાણી ભરવાની યુવાનના ભાઈએ ના પાડી હતી તે બાબતનો ખાર રાખીને યુવાનને ગાળો આપીને તેના ઉપર ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને માથામાં માર મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા રાજેશભાઈ કરસનભાઈ મારુ (24) એ હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ભુરાભાઈ માંડણભાઈ રબારી, ભરતભાઈ માંડણભાઈ રબારી, સગરામભાઇ માંડણભાઈ રબારી અને ધારાભાઈ માંડણભાઈ રબારીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી ધારાભાઈ રબારીના પત્ની ફરિયાદીના ઘરે પાણી ભરવા માટે થઈને આવ્યા હતા ત્યારે ફરિયાદીના ભાઈ ભરતભાઈએ તેઓને પાણી ભરવાની ના પાડેલ હતી જે બાબતનો ખા રાખીને ચારેય આરોપીઓએ લાકડી લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને પાણી ભરવા બાબતે બોલાચાલી કરી હતી અને ફરિયાદી યુવાનને ગાળો આપી હતી જેથી ફરિયાદી તથા સાહેદે આરોપીઓને સમજાવવા જતા ભુરાભાઈ રબારીએ તેના ઉપર લાકડી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનને માથાના લાકડી મારને ઇજા કરેલ હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ચંદુભાઈ છગનભાઈ વાઘેલા (38) રહે. સનાળા મોરબી વાળા જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે 650 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News