મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી જગ્યાએ દારૂની ત્રણ રેડ: 10 બોટલ દારૂ સાથે 3 પકડાયા, 2 ની શોધખોળ


SHARE















મોરબીમાં જુદીજુદી જગ્યાએ દારૂની ત્રણ રેડ: 10 બોટલ દારૂ સાથે 3 પકડાયા, 2 ની શોધખોળ

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડ, વજેપર અને ઇન્દિરાનગરના રસ્તા ઉપર દારૂની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને 10 બોટલ દારૂ પોલીસે કબ્જે કરેલ છે અને ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે જો કે, માલ આપનારા બે શખ્સના નામ સામે આવેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીના સનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 219 એમ-40 મકાન વાળી શેરીમાં જાહેરમાં પસાર થયેલા વૃદ્ધને રોકીને પોલીસ ચેક કરતા પોલીસે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2,250 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે જીતેન્દ્રભાઈ વાલજીભાઈ દેવાતકા (57) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા બ્લોક નંબર 219 એમ-40 મોરબી વાળાની ધરપકડ કરી હતી જયારે મોરબીના વજેપર શેરી નં- 19 ના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સે રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે 4167 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મનોજભાઈ ઉર્ફે દેવો જગદીશભાઈ પરમાર (25) રહે. વજેપર શેરી નં-19 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂની આ બોટલો તેણે બ્રિજરાજસિંહ જગતસિંહ જાડેજા રહે. પરસોતમ ચોક મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી આ બંને શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો મોરબીમાં માળિયા ફાટક પાસે ઇન્દિરાનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવ્યો હતો જેથી પોલીસે 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી મુસ્તાક ઉર્ફે મુસા ઓસમાણભાઈ મુલ્લા (25રહે. વીસીપરા કુલીનગર-1 નોતીયારની હોટલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે ઇમરાન મોવર રહે. વીસીપરા મોરબી વાળા પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પરેશભાઈ કાનાભાઈ આલ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જિકિયારી ગામે રહેતા મનજીભાઈ દેવજીભાઈ સોલંકી (79) બાઇક ઉપર જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News