મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શુભમ કોમ્પ્લેક્સમાં ઓફિસમાંથી 10 બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE

















મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શુભમ કોમ્પ્લેક્સમાં ઓફિસમાંથી 10 બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શુભમ કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 10 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 13,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો આપી જનાર શખ્સનું નામ સામે આવ્યું હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શુભમ કોમ્પ્લેક્સમાં રાજેશભાઈ અઘારાની ઓફિસ નંબર 339 માં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી દારૂની 10 બોટલ મળી આવતા પોલીસે 13,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ દલસુખભાઈ અઘારા (30) રહે. સીએનજી પમ્પની સામે સિંગના કારખાના વાળી શેરીમાં મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ ઇંગ્લિશ દારૂનો જથ્થો તેને રાજુભાઈ કોળી રહે. લાલપર વાળા આપી ગયા હોવાનું સામે આવતા બંનેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

એક બોટલ દારૂ

મોરબી નજીક સિરામિક સિટીના ગેટ પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 356 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી ચિરાગભાઈ પ્રભુભાઈ કાવર (35) રહે. નિત્યાનંદ સોસાયટી શેરી નં-2 હાઉસિંગ બોર્ડ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

136 દેશી દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં મોરલ સીરામીકની સામેના ભાગમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુદા જુદા બાચકામાંથી કુલ મળીને 136 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 27,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મામદભાઈ ઉર્ફે ડાડો ફતેહમામદ કટિયા (24) રહે. કાંતિનગર મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન જુસબ હબીબભાઈ જામ રહે. વેજીટેબલ રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે અને હાલમાં પોલીસે જુસબ જામને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News