માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય હાજર રહ્યા
ટંકારાના હરબટીયાળી ગામ પાસે બેકાબૂ કાર રોડ સાઇડની કેબિનમાં ઘૂસી ગઈ: બે બાઈક પણ ઉડાવ્યા
SHARE










ટંકારાના હરબટીયાળી ગામ પાસે બેકાબૂ કાર રોડ સાઇડની કેબિનમાં ઘૂસી ગઈ: બે બાઈક પણ ઉડાવ્યા
ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામના પાટિયા પાસે રોડ સાઇડમાં કેબિન આવેલ છે અને કેબિન પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે કોઈ કારણોસર પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર કેબિનમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પડેલા બે બાઇકને ઉડાવ્યા હતા અને કેબિનમાં પણ નુકસાન કર્યું હતું જોકે, સદનસીબે અકસ્માતના બનાવવામાં કોઈ જાન હાની થયેલ નથી અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના પાટીયા પાસે જીવાપર ગામ તરફ જવાના ખૂણા ઉપર રોડ સાઈડમાં કેબીન આવેલ છે અને તે કેબીન પાસે પોતાના બે વ્યક્તિ તેના બાઇક મૂકીને કેબીના પાસે વસ્તુ લેવા માટે ગયા હતા દરમિયાન મોરબી થી રાજકોટ તરફ જતી કાર નંબર જીજે 36 એપી 7674 માં ચાલકે કોઈ કારણોસર પોતાની કારના સ્ટેટિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કાર સીધી જ રોડ સાઇડમાં આવેલ કેબીનમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં છાયા માટે મૂકવામાં આવેલ પતરા અને પાર્ક કરીને મૂકેલા બે બાઇકને કાર ચાલકે ઉડાવ્યા હતા અને રોડ સાઇડમાં બંને બાઈકને ફેંકી દીધા હતા અને કાર પણ રોડ સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. આ બનાવમાં બંને બાઈક તથા કેબીનમાં નુકસાન થયેલ છે. જોકે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ કેબિન પાસે હાજર રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

