અમદાવાદના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી માળીયા (મી)માંથી પાંચ ચોરાઉ બાઇક સાથે પકડાયો
SHARE







અમદાવાદના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી માળીયા (મી)માંથી પાંચ ચોરાઉ બાઇક સાથે પકડાયો
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં લુંટ થયેલ હતી જે ગુનામાં નાસતા ફરતા આરોપીને માળીયા ઓપલિસે ચોરાઉ પાંચ બાઇક સાથે ઝડપી લેવામાં આવેલ છે અને તેની પાસેથી 1.85 લાખનો મુદામાલ કબજે કરેલ છે.
માળીયા (મી) તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે બાતમી મળી હતી કે, અમદાવાદ શહેર વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટમાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઇસુબભાઇ મુસાણી રહે. અમદાવાદ વાળો ચોરી કરેલા બાઇક સાથે માળીયા વિસ્તારમા છે જેના આધારે સ્થાનિક પોલીસે આરોપી ઇસુબભાઇ હબીબભાઇ મુસાણી (24) રહે. શાહીબાગ અમદાવાદ વાળો મળી આવેલ હતો અને તેની પૂછપરછમાં આરોપી વટવાના લુંટના ગુન્હામાં નાસતો ફરતો છે અને તેને અમદાવાદ, ગાંધીધામ અને જામનગર ખાતેથી જુદાજુદા સમયે ચોરી કરેલા પાંચ બાઇક તેની પાસેથી મળી આવ્યા હતા જેથી પોલીસે 1.85 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને માળીયા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
