મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

દુબઈ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસને બેસ્ટ કોલેજ ફોર એકેડેમીકનો એવોર્ડ એનાયત


SHARE

















દુબઈ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસને બેસ્ટ કોલેજ ફોર એકેડેમીકનો એવોર્ડ એનાયત

તાજેતરમાં દુબઈ ખાતે આયોજીત "કલસ્ટર ઓફ એચીવર" યુ.એ.ઈ. દુબઈ દ્વારા આયોજીત ૨૫ માં ઈન્ટરનેશનલ ઓવોર્ડ સન્માન સમારોહ દુબઈમાં આશરે ૧૯ જેટલા દેશોના પ્રતિનિધીઓની અને સમગ્ર ભારત દેશનના અલગ અલગ રાજયોના પ્રતિનિધીઓની હાજરી રહી હતી. આ એવોર્ડ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે યુ.એ.ઈ.ના સેક્રેટરી ઓફ ગર્વન્મેન્ટ દુબઈ ડો. બ્રુ અબ્દુલા સાહેબ ઉપસ્થિત રહેલ હતા. ત્યારે ગુજરાતની એક માત્ર કોલેજ શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસ મોરબીની પસંદગી "બેસ્ટ કોલેજ ફોર એકેડેમીક" એવોર્ડ માટે થયેલ હતી. આ એવોર્ડ સ્પોર્ટસ ગ્લોબલ આઈકોન ઓફ ધ વર્લ્ડ એવા ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝાના હસ્તે આપવામાં આવેલ છે. આ એવોર્ડએ શિક્ષણની ગુણવતા અને સોસીયલ મિડીયા પર કોલેજનો પ્રભાવ પર આધારીત હતો. પ્રોફેસર ઓફ આર્યતેજ કોલેજના લીટરેચર આર્ટીકલ્સને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવેલ હતો.




Latest News