મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો


SHARE







હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો

હળવદના જુના દેવળીયા ગામેથી પ્રોહિબીશનના ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને આ આરોપી ઉપર અગાઈ મારામારી, ચોરી, જુગાર, પ્રોહીબીશનના કુલ મળીને 22 જેટલા ગુના નોંધાયેલ છે જે રીઢા આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગુનાના કામે નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી તથા તાજેતરમાં રજીસ્ટર થયેલ ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા માટે એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાને સુચના આપવામાં આવી હતી જેથી તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કામ કરી રહી હતી તેવામાં ચંદુભાઇ કારોતરા, શકિતસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, હળવદ તાલુકાનાં દારૂના ગુનામાં પાંચ મહિનાથી નાસતો ફરતો આરોપી વિજય જયંતિભાઇ અઘારા રહે. જુના દેવળીયા વાળો હાલમાં જુના દેવળીયા ગામે આવેલ છે જેથી ત્યાં જઈને તપાસ કરતા આરોપી ત્યાંથી મળી આવેલ છે જેથી પોલીસે આરોપી વિજય જયંતિભાઇ અઘારા (40) રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાને હસ્તગત કરીને હળવદ તાલુકા પોલીસને હવાલે કરેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી વિજય જયંતિભાઇ અઘારા સામે રાજયના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં મારામારી, ચોરી, જુગાર, પ્રોહીબીશનના કુલ મળીને 22 જેટલા ગુના નોંધાયેલ છે તે રીઢા આરોપીને હાલમાં એલસીબીની ટિમ દ્વારા પકડવામાં આવેલ છે.






Latest News