મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ 18 હજારની રોકડ સાથે પકડાયા


SHARE

















મોરબીના રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ 18 હજારની રોકડ સાથે પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રણછોડનગર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 18,000 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી કાનજીભાઈ મગનભાઈ શ્રીમાળી (52), અર્જુનસિંગ જીવનસિંગ રાજપુત (18), જયેશ માણેકલાલ ત્રિવેદી (21), શોકત ઈસ્માઈલભાઈ સાઇચા (25) અને વિજય નાગજીભાઈ રાવા (35) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 18,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામા ભાંગના ગુના નોંધાયા

હળવદના કોયબા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વસુધારા એગ્રો ફૂડ ખાતે કામ કરતા શ્રમિકોની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી, આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને મોરબી એસીયોર્ડ એપ્લિકેશનમાં તેની એન્ટ્રી કરવામાં આવી ન હતી જેથી રિતેશભાઇ ચંદ્રકાંતભાઈ જાકાસણીયા (21) રહે. કોયબા વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે શ્રીજી ફાર્મમાં કામ કરતાં શ્રમિકોની માહિતી લેવામાં આવી ન હતી, મોરબી એસીયોર્ડ એપ્લિકેશનમાં તેની નોંધ કરવામાં આવી ન હતી જેથી જયેશભાઈ બાવલભાઈ ધારીયાપરમાર (32) રહે. ગોરી દરવાજા હળવદ વાળા સામે પણ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News