મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન


SHARE













માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

માળિયા મિયાણાં તાલુકાના મોટા દહીંસરા ગામે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા મોમાઈ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને તેનો રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ જાડેજા પરિવારના લોકો અને સમસ્ત ગ્રામજનો સહિતના લોકોએ લાભ લીધેલ હતો. અત્રે ઉલેખનીય છે કે, મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન પદે જયદીપ એન્ડ કંપનીના સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવારના જયુભા જાડેજા અને દિલુભા જાડેજા બિરાજ્યા હતા આ કાર્યક્રમમાં કબરાઉં ધામના મહંત ચારણઋષિ સહિતના સંતો-મહંતો તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમાર, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો, હોદેદારો વિગેરે આવ્યા હતા અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધેલ હતો.




Latest News