મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ વિદ્યાલય- ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ ઉપર ચિત્ર સ્પર્ધા-ક્વીઝનું આયોજન


SHARE













મોરબીની નીલકંઠ વિદ્યાલય- ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ચિત્ર સ્પર્ધા-ક્વીઝનું આયોજન

હાલમાં ભારતમાં ઓપરેશન સિંદૂરની ચર્ચાઓ ચાલી રહી છે અને ઠેરઠેર તિરંગા યાત્રા પણ યોજાઇ રહી છે ત્યારે મોરબીમાં  નીલકંઠ વિદ્યાલયના અને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી ચિત્ર સ્પર્ધા અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 24 ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન નીલકંઠ વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, ચિત્ર સ્પર્ધામાં ઓપરેશન સિંદૂર થીમ પર કોઈપણ ચિત્ર સ્પર્ધકે બનાવવાનું રહેશે. અને તેના માટેની ડ્રોઈંગ સીટ ત્યાં જ આપવામાં આવશે. જો કે, કલર તેમજ બીજી જરૂરિયાતની વસ્તુઓ સ્પર્ધકે સાથે લાવવાની રહેશે. ઉલેખનીય છે કે, ઓપરેશન સિંદુરને સફળ બનાવવા માટે સેનાએ કરેલ સાહસની માહિતી બાળકોને મળે તેમજ ભારતીય ડિફેન્સ સિસ્ટમની ત્રણેય પાંખો ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ તેમજ નેવી ની માહિતી પણ આ સ્પર્ધાથી વિદ્યાર્થીઓને મળશે. અને ચિત્રની સાથે પ્રશ્નોત્તરની લેખિત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતીય ડિફેન્સ સિસ્ટમ તેમજ ઓપરેશન સિંદૂરને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. જેની માહિતી બાળકોને ગૂગલમાંથી મળશે જેની તે તૈયારી કરી શકશે. આ બંને સ્પર્ધામાં વધુમાં વધુ બાળકોને ભાગ લેવા માટે નીલકંઠ વિદ્યાલયના સંચાલક તેમજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. અને સ્પર્ધામાં વિજેતા બનેલા બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે. અને તમામ સ્પર્ધાકોને પ્રોત્સાહિત કરાશે. વધમાં આયોજકોએ જણાવ્યુ છે કે, બંને સ્પર્ધામાંથી વિદ્યાર્થી કોઈપણ એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. અને ધો. 5 ‌‌થી 10 ના કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. અને તેના માટે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન મોબાઈલ નં. 9512295951 અને  9512295952 પર કરાવવાનું રહેશે.




Latest News