મોરબીના મુનનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ચોખા તથા તુવેરદાળનો જથ્થો મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી
SHARE







મોરબીના મુનનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ચોખા તથા તુવેરદાળનો જથ્થો મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફ વોચ તપાસમાં હતો.તે દરમિયાનમાં ડી સ્ટાફના કિશોરભાઈ મિયાત્રા તથા સ્ટાફ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મોરબી લાતી પ્લોટ પાછળ આવેલા મુનનગર મેઇન રોડ પાસે પહોંચ્યો હતો.
તે દરમિયાન ત્યાં રાજમંદિર રોડવેઝ નજીક રાત્રિના માલની હેરાફેરી થતી હોવાનું નજરે પડ્યું હતું.જેથી ત્યાં હાજર વ્યક્તિ ઇસ્માઇલ કાસમભાઇ પીપરવાડીયા રહે.મદીના સોસાયટી વીસીપરાને બોલાવવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે તેના કૌટુંબિક ભત્રીજા તોફીક અનવર પીલુડિયાના કહેવાથી ચોખાના બાચકા ભરવામાં આવી રહ્યા છે અને ટ્રક નંબર જીજે ૩ બીડબલ્યુ ૯૨૨૧ માં ભરવામાં આવી રહ્યા છે કે જેના ડ્રાઇવર પરેશભાઈ પ્રતાપભાઈ રાવળદેવ (ઉંમર ૨૫) રહે.ભરડવા સુઈગામ બનાસકાંઠા વાળો હોય અને તેઓ જે ચોખાના બાચકા ભરતા હતા તે અંગે બિલ આધાર પુરાવા પોલીસ દ્રારા માંગવામાં આવ્યા હતા.જેના બિલ આધાર પુરાવા ન હોય ૨૮ ટન જેટલા ચોખા ભરેલા બાચકા કિંમત રૂા.૧૧,૫૨,૪૦૦ તેમજ તુવેરદાળનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો અને ટ્રક તથા અન્ય બોલેરોમાં ઉપરોક્ત મુદ્દામાલ ભરીને કુલ બાડકા નંગ ૧૮૦ વજન ૪૦૦ મણ પકડયો હતો. ટ્રક, અનાજનો જથ્થો તથા વજન કાંટો મળીને લાખોની રકમનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો અને ઉપરોક્ત અનાજના જથ્થાની ખરાઈ કરવા માટે મોરબી પુરવઠા વિભાગને જણાવવામાં આવ્યું હતું.જોકે આ જથ્થો સરકારી અનાજનો નહોવાનું સામે આવેલ પરંતુ બીલ આધાર પુરાવા ન હોય આ બાબતે કોર્ટમાં પણ કલમ ૧૨૪ હેઠળ રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને કોર્ટના હુકમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ જણાવેલ છે
