માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા નજીક આંગડીયા પેઢીના માલિકની કારને આંતરીને છરી, ધોકા પાઇપ સાથે આવેલા શખ્સોએ ફિલ્મી સ્ટાઈલમાં કરી 90 લાખની લૂંટ: આરોપી હાથવેંતમાં


SHARE

















ટંકારા નજીક આંગડીયા પેઢીના માલિકની કારને આંતરીને છરી, ધોકા પાઇપ સાથે આવેલા શખ્સોએ ફિલ્મી સ્ટાઈલમાં કરી 90 લાખની લૂંટ: આરોપી હાથવેંતમાં

મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે કાર પસાર થઇ રહી હતી અને તે કાર રાજકોટ તરફથી મોરબી આવતી હતી ત્યારે જુદીજુદી બે કાર લઇને આવેલા અંદાજે સાત જેટલા શખ્સો દ્વારા કારને અટકાવીને લૂંટ કરવામાં આવી છે. લૂંટારુઓ કારમાંથી રોકડ રકમ ભરેલો બે થેલો લૂંટીને ભાગી ગયા હતા જો કેપોલીસે નાકાબંધી કરીને લુંટારૂઓની કાર રોકી લીધી હતી અને સાત પૈકીના બે શખ્સ પોલીસની હાથવેંતમાં હોવાની માહિતી સામે આવી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભાલોડી ગામના રહેવાસી અને હાલમાં રાજકોટમાં આવેલ અક્ષર એનવ્યુ અંબિકા ટાઉનશિપ ખાતે રહેતા અને 150 દુત રિંગ રોડ ઉપર આવેલ હરિકૃષ્ણ આર્કેડમાં દુકાન નંબર 204 માં ટીટેનિયમ એન્ટરપ્રાઇસ નામથી આંગડિયા પેઢી ચલાવતા નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી (45)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા પાંચ થી સાત શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ રાજકોટની બેંકમાંથી રોકડા રૂપિયા લઈને રાજકોટથી મોરબી તરફ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગાડી નંબર જીજે 3 એનકે 3502 લઈને તેના ડ્રાઈવર જયસુખભાઈ ફેફર સાથે આવી રહ્યા હતા તેવામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા નજીકથી તેઓની ગાડીને રોકવા માટેનો જુદાજુદા બે ગાડીમાં આવેલા શખ્સો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવેલ હતો જેથી ફરિયાદીના ડ્રાઇવરે ગાડી રોકવાના બદલે મારી મૂકી હતી.

દરમ્યાન ટંકારા નજીક આવેલ ફરિયાદીની ગાડીને પાછળથી આરોપીઓની બે ગાડી પૈકીની બલેનો ગાડી વાળાએ ટક્કર મારી હતી જેથી કરીને ફરિયાદીની ગાડી સીધી જ ખજુરા હોટલ પાસે કરવામાં આવેલ પ્લાંટેશનને તોડીને તેના પાર્કિંગ એરિયામાં પહોચી ગયેલ હતી અને ફરિયાદીની ગાડીમાં ચારેય ટાયર તૂટી ગયા હતા ત્યાર બાદ લુટારુઓ ફરિયાદીની ગાડી પાસે તેની નંબર પ્લેટ વગરની પોલો ગાડી લઈને આવ્યા હતા અને હાથમાં ધોકા લઈને આરોપીઓ તેની ગાડીમાંથી નીચે ઉતાર્યા હતા જેથી ફરિયાદી અને તેનો ડ્રાઈવર તેઓની ગાડી પાસેથી દૂર જતાં રહ્યા હતા ત્યાર બાદ આરોપીઓએ ફરિયાદીની ગાડીમાંથી રોકડા રૂપિયા ભરેલ બે થેલાની લૂંટ કરી હતી.

હાલમાં ફરિયાદે લખાવેલ ફરિયાદ મુજબ એક થેલામાં 50 લાખ અને બીજા થેલામાં 40 લાખ આમ કુલ મળીને 90 લાખની રોકડની લૂંટ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી અને જુદી જુદી બે ગાડીમાં આવેલા લુટારૂઓની બલેનો ગાડી લૂંટની જગ્યાથી આગળના ભાગમાં બંધ પડી ગયેલ હતી જેથી એક જ ગાડીમાં તમામ આરોપીઓ લૂંટ કરેલ રકમ લઈને ટંકારાથી ધ્રોલ તરફ જવાના રસ્તા ઉપર પોતાની પોલો ગાડી લઈને ભાગી ગયા હતા જેથી જિલ્લામ નાકાબંધી કરાવવામાં આવી હતી અને આરોપીઓની સામેથી ધ્રોલ પોલીસને પાછળથી ડીવાયએસપી, ટંકારા પોલીસ અને એલસીબી આવી રહી હતી અને લુટારુઓને હીરાપર નજીક ઘેરી લેવામાં આવ્યા હતા જેથી તે શખ્સો પોતાની ગાડી છોડીને લૂંટ કરીને મેળવેલ રોકડ રૂપિયા ભરેલ થેલા ગાડીમાં જ મૂકીને ખેતરમાં ભાગવા લાગી હતા.

જો કેપોલીસને સ્થાનિક લોકોની મદદથી ભાગવા જઈ રહેલા લૂંટારુઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી અને આ લૂંટારૂઓને રોકવા માટે ડીવાયએસપી સમીર સારડા દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી લૂંટ કરીને ભાગેલા શખ્સો પૈકીનાં બે શખ્સ પોલીસની હાથવેતમાં આવી ગયા છે અને તેની પાસેથી કેટલીક રોકડ રકમ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે. અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. જો કેરાજકોટ હાઇવે ઉપર કારને અંતરીને ધોળા દિવસે કરવામાં આવેલ લૂંટના બનાવમાં આરોપીઓ પૈકીનાં બે શખ્સ તાત્કાલિક પોલીસની હાથવેંતમાં આવી ગયા હોવાથી પોલીસને મહદઅંશે રાહત મળી ગયેલ છે અને લૂંટના ગુનામાં સંડોવાયેલ શખ્સો ભાવનગર જિલ્લાના હોવાનું ચર્ચા રહ્યું છે.




Latest News