મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે ઘરમાં લાઇટ કેમ બંધ કરી તેવું પૂછવા ગયેલ યુવાન અને તેની પત્નીને ધોકા-ધારિયા વડે માર્યો: સસરા સહિત બે સામે ફરિયાદ


SHARE

















મોરબીના વનાળીયા ગામે ઘરમાં લાઇટ કેમ બંધ કરી તેવું પૂછવા ગયેલ યુવાન અને તેની પત્નીને ધોકા-ધારિયા વડે માર્યો: સસરા સહિત બે સામે ફરિયાદ

મોરબીના વનાળીયા ગામે રહેતા યુવાનના ઘરની અંદર આવતી લાઈટ તેના પિતાએ બંધ કરી દીધી હતી જેથી યુવાન તેના પિતાને લાઈટ કેમ બંધ કરી છે તેવું કહેવા માટે ગયો હતો ત્યારે યુવાનના પિતાએ તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો ત્યારે તેને બચાવવા માટે તે યુવાનની પત્ની વચ્ચે પડી હતી જે મહિલાને તેના સસરાએ ધારિયા વડે માથામાં અને શરીરે માર માર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના સસરા સહિત બે સામે ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે.

મોરબીના વનાળિયા ગામે રહેતા ભાનુબેન રાજેશભાઈ અજાણા (26)એ હાલમાં તેઓના સસરા ધારાભાઈ ગેલાભાઈ અજાણા રહે. વનાળીયા તેમજ મનિષાબેન વિરાજભાઈ ખાંભલા રહે. સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વનાળીયા ગામે તેઓના ઘરે આવતી લાઈટ તેમના સસરાએ બંધ કરી દીધી હતી જેથી ફરિયાદીએ તેના પતિને વાત કરતા તેના પતિ લાઈટ કેમ બંધ કરી દીધેલ છે તેવું કહેવા માટે ફરિયાદીના સસરા પાસે ગયા હતા ત્યારે ફરિયાદીના પતિની સાથે તેના પિતા અને ફરિયાદીના સસરાએ બોલાચાલી અને ઝઘડો કરીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ફરિયાદી તેના પતિને બચાવવા માટે વચ્ચે પડતા ફરિયાદીને તેના સસરાએ ફળિયામાં પડેલ ધારિયા વડે માથા તથા ડાબી બાજુના ખભામાં અને જમણા હાથ ઉપર માર માર્યો હતો અને આરોપી મનીષાબેનએ ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલાસારવાર લીધા બાદ હાલમાં તેના સસરા સહિત બે સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News