સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી !  મોરબીમાં બંધ પડેલ કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહીને યુવાનની સાથે 1.19 કરોડથી વધુની છેતરપિંડી મોરબીમાં યુવાન પાસેથી 13 લાખ રૂપિયા કઢાવવા માટે કોસ-હથોડીથી માર માર્યો, કારમાં અપહરણ કરીને કારખાને લઈ જઈને આપી મારી નાખવાની ધમકી મોરબીના લખધીરપુર રોડે હાઇડ્રોલિક ટ્રેક્ટર ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: સર્કિટ હાઉસ પાસે બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં ઉદ્યોગકારો-આગેવાનો દ્વારા દીકરીઓ અને યુવતીઓને કેરલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામા આવી મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ જીવન ટુકાવ્યું
Breaking news
Morbi Today

હળવદની દુકાનમાંથી રોકડા ૩૦ હજારની ચોરી, ગુનો નોંધાયો


SHARE













હળવદની દુકાનમાંથી રોકડા ૩૦ હજારની ચોરી, ગુનો નોંધાયો

હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ દુકાનોને તસ્કરોએ રાત્રિ દરમિયાન નિશાન બનાવી હતી અને દુકાનમાં પ્રવેશ કરીને દુકાનના ટેબલના ખાનામાં રાખેલા રોકડા ૩૦,૦૦૦ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા દુકાનદાર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહેલા તસ્કરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરના શંકરપરા વિસ્તારમાં ડોકટર લીમ્બાસીયાના દવાખાના પાસે રહેતા પીન્ટુભાઇ સુરેશભાઈ ઠક્કર જાતે લોહાણા (ઉમર ૪૩)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓની દુકાનમાં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદના સરા રોડ પર આવેલ તેઓની ૐ સેલ્સ એજન્સી નામની દુકાનના તાળા તોડીને તસ્કરો દ્વારા તેની દુકાનમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને દુકાનમાં ટેબલના ખાનાની અંદર રાખવામાં આવેલ રોકડા રૃપિયા ૩૦,૦૦૦ ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા પિન્ટુભાઈ ઠક્કર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા દુકાનમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેના આધારે દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હદપારીના હુકમનો ભંગ

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલા યમુના પાર્ક જવાના રસ્તા ઉપર નિધિ પાર્કની પાછળના ભાગમાં રહેતા અબુભાઈ ફતેમામદ કટિયા (ઉંમર ૩૨) ને મોરબી, સુરેન્દ્રનગર રાજકોટ, જામનગર, કચ્છ જિલ્લા માંથી હદપાર કરવામાં આવેલ છે જેથી કરીને તેને હદ પર મુકવામાં આવેલ હતો તેમ છતાં પણ તે શખ્સ મોરબીના અમરેલી રોડ પર આવેલ નિધિ પાર્ક પાસેથી મળી આવેલ છે જેથી કરીને હદપારીના હુકમનો ભંગ કરેલ હોવાથી તેને બી ડિવિઝન પોલીસ દ્વારા પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News