મોરબીના સંગીતાબેનની સ્મૃતિમાં ભાટિયા-કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીની મચ્છી પીઠમાં ઘરમાં જુગાર રમતા એક મહિલા સહિત કુલ 9 ઝડપાયા: 3.02 લાખનો મુદામાલ કબ્જે
SHARE
મોરબીની મચ્છી પીઠમાં ઘરમાં જુગાર રમતા એક મહિલા સહિત કુલ 9 ઝડપાયા: 3.02 લાખનો મુદામાલ કબ્જે
મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છી પીઠમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે એક મહિલા સહિત કુલ 9 વ્યક્તિને રોકડા રૂપીયા 2,02,500 અને અન્ય મુદામાલ મળી કુલ 3,02,500 ના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં જીજ્ઞાબેન કણસાગરા અને જયસુખભાઈ વસીયાણીને બાતમી મળી હતી કે, મોરબીની મચ્છી પીઠમાં રહેતો જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઇ મોવર પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પડે છે અને પોતાના ફાયદ માટે નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવે છે. જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઇ મોવર રહે. મચ્છી પીઠ મોરબી, રાજેશભાઇ જીવરાજભાઈ પટેલ રહે. મહેંદ્રનગર ચોકડી સીધ્ધી વીનાયક ફ્લેટ મોરબી, સુભાનભાઇ ઇકબાલભાઈ જેડા રહે. ખ્વાજા પેલેસ વાળી શેરી પંચાસર રોડ મોરબી, સદામભાઇ રજાકભાઈ પરમાર રહે. વાવડી રોડ ક્રીષ્ના સોસાયટી મોરબી, સરતાજભાઇ સલીમભાઇ અંસારી રહે. જોસનગર જુના બસ સ્ટેંડ પાછળ મોરબી, ચીરાગભાઇ રાઘવજીભાઇ પટેલ રહે. મહેંદ્રનગર સી.એન.જી. પંપ પાછળ પ્રક્રુતિ સોસાયટી મોરબી, ફીરોજભાઇ મહમદહુસેન સીપાઇ રહે. વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી, સોયેબભાઇ સુભાનભાઇ લોલાડીયા રહે. વાવડી રોડ ક્રીષ્ના સોસાયટી મોરબી અને યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજયભાઇ અગેચણીયા રહે. શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપીયા 2,02,500 અને અન્ય મુદામાલ મળી કુલ 3,02,500 ના મુદામાલ કબજે કર્યો હતો અને તેઓની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ વી.એન.પરમાર અને બી.ડી.ભટ્ટ તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના દ્વારા કરવામાં આવી હતી.