મોરબીની મચ્છી પીઠમાં ઘરમાં જુગાર રમતા એક મહિલા સહિત કુલ 9 ઝડપાયા: 3.02 લાખનો મુદામાલ કબ્જે
મોરબીમાં સામાકાંઠે આધેડે અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE







મોરબીમાં સામાકાંઠે આધેડે અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા આધેડએ તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લીધું હતું.જેના પગલે તેમનું મોત નીપજત્તા હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ સુંદર પાર્ક વિસ્તારમાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચાવડા નામના ૬૦ વર્ષના આધેડે તેઓના ઘરે આજે તા.૨૪-૫ ના વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેઓનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યું હતું.જયાંથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ માટે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં જમણા પગે ઈજા થતા રાહુલ બાબુભાઈ કારૂ (ઉમર ૨૭) રહે.ભારતનગર મફતતપરા વિસ્તાર પાસે સરસ્વતી સોસાયટી સામે સામાકાંઠે મોરબી-૨ વાળાને અત્રે ખાનગી હોસ્પીટલે સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે થોરાળા ગામના પાટીયા પાસે કાર-બાઇક અકસ્માતમાં હર્ષિલગીરી ગુલાબગીરી ગોસ્વામી (ઉમર ૧૬) રહે.તુલસીપાર્ક કંડલા બાયપાસ મોરબી ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
બોલેરોનું ટાયર ફાટતા ઈજા
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર બોલેરોનું ટાયર ફાટ્યું હતું જે બનાવમાં ઈજા થતાં મૈયાભાઈ મેરૂભાઈ મોરા (૬૦) રહે.ઘુંટુ તથા જગદીશ કેસવભાઈ સામણીયા (૨૦) રહે.વિદ્યુતનગર મોરબી-૨ ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તે રીતે જ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા પરિવારનો પ્રેમ ટેમ્પુભાઈ થારૂકિયા નામનો આઠ વર્ષનો બાળક પિતા પાછળ બાઇકમાં બેસીને જતો હતો ત્યારે આમરણ ગામે નાનજીભાઈની વાડી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા તેને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો.
યુવાન સારવારમાં
ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતો સુમિત રાજેશભાઈ જારીયા નામનો ૧૭ વર્ષનો યુવાન ખેતરે ગયો હતો અને ખેતરેથી પરત આવતો હતો ત્યારે આમરણના રસ્તે તેનું બાઇક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતાં અત્રે ખાનગી હોસ્પિટલ સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે વાકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસે બનેલા વાહન અકસ્માતમાં વિપુલ ભાણજીભાઈ એરવાડીયા (૨૬) રહે.આણંદપર પાડધરા તા.વાંકાનેરને સિવિલે સારવારમાં લવાયો હતો.તેમજ લીલાપર ચોકડી પાસે થયેલ મારામારીમાં ઈજા પામેલ મેહુલ રમેશભાઈ ગોહિલ (૩૧) રહે.લીલાપર રોડને પણ સારવાર માટે સિવિલે લવાયો હતો તેમ તાલુકા પોલીસે જણાવેલ છે જેની આગળની તપાસ એમ.પી.ઝાલા દ્વારા કરવામાં આવી હતી. #morbi
