મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના રૂપિયા લઈને વકીલને પાછા ન આપીને માર મારનારા પૂર્વ કર્મચારી સહિત ત્રણ સામે કાર્યવાહી


SHARE

















મોરબીમાં ઉછીના રૂપિયા લઈને વકીલને પાછા ન આપીને માર મારનારા પૂર્વ કર્મચારી સહિત ત્રણ સામે કાર્યવાહી

મોરબીમાં વકીલને ત્યાં કામ કરતા કર્મચારીને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા જે રૂપિયા તેણે પાછા માંગતા તે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા ધોકા અને પાઈપ વડે વકીલને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે ચાર પૈકીનાં પૂર્વ કર્મચારી સહિતના ત્રણ શખ્સોને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના રવાપર ગામે બોની પાર્ક ધરતી ટાવર-1 માં રહેતા અને વકીલાત કરતા વિજયભાઈ કેશવજીભાઈ સરડવા (49)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રફિકભાઈ નુરમહમદભાઈ સિપાઈ, મકબુલ, સાહિલ તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી રફિકભાઈ સિપાહી અગાઉ ફરિયાદીની દુકાનમાં નોકરી કરતો હતો અને ત્યારે તેણે ફરિયાદી પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલા હતા જે રૂપિયા ફરિયાદીએ તેની પાસે પાછા માંગતા તે બાબતનો ખાર રાખીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શુભ કોર્પોરેટ હબના ગ્રાઉન્ડમાં ચારેય શખ્સોએ ફરિયાદીને ગાળો આપીને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને રફીકભાઈ સિપાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી વકીલ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે તપાસનીસ અધિકારી દ્વારા આ ગુનામાં આરોપી રફીકભાઈ નૂરમામદ સિપાઇ (30), સોહીલભાઈ રફીકભાઈ સિપાઇ (24) તથા સબીરભાઈ નિઝામભાઈ કુરેશી (28) રહે. બધા કબીર ટેકરી મોરબી વાળાને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

વધુ પડતી દવા પી જતાં સારવારમાં

મોરબીમાં સોરડી નજીક આવેલ આંબેડકર બોયઝ હોસ્ટેલ ખાતે રહેતો રશમીનભાઈ કિશોરભાઈ (18) નામનો યુવાન કોઈ કારણોસર વધુ પડતી પેરાસીટામોલની ગોળીઓ ખાઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

તરુણ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર રહેતો સાદીક ઈસ્માઈલભાઈ જામ (17) નામના તરુણને પરશુરામ ધામ મંદિર પાસે ખીલી મારવાના મશીનમાંથી ખીલી સાથળના ભાગે વાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News