મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો જર્જરિત પુલ ૪.૨૫ કરોડના ખર્ચે નવો બનશે
મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ રકમ પૈકી ૧.૭૫ લાખ શહીદ જવાનના પરિવારને અર્પણ કર્યા
SHARE
મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ રકમ પૈકી ૧.૭૫ લાખ શહીદ જવાનના પરિવારને અર્પણ કર્યા
થોડા સમય પહેલા જમ્મુ-કશ્મીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ છે જેમાં પંજાબ ૩, ઉત્તરપ્રદેશ ૧, કેરળ ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ હતા ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ હોય તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતા રામચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને બે દિવસમાં જ અજય લોરીયા અને તેમની ટીમે ૧૧.૨૬ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા જેમાંથી હાલમાં અજયભાઈ લોરીયા અને તેમની ટિમ દ્વારા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા દહેગામના કંથારપુરા ગામના જયદીપસિંહ સોલંકીના પરિવારને મળીને તેમની ત્રણ દીકરીઓને મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી રૂા.૧.૭૫ લાખ આપીને માઁ ભારતીનું ઋણ અદા કરવામાં આવ્યુ હતુ.ત્યાં રાજપુત કરણી સેના દ્રારા શહીદ જયદિપસિંહ પરિવારને મદદરૂપ થવા લોકડાયરાનું આયોજન કરાયુ હતુ.જે દરમ્યાન ત્યાં રૂબરૂ પહોંચીને અજયભાઇએ શહિદ પરિવારને આર્થિક સહયોગ આપ્યો હતો.