મોરબીના નવા ધરમપુર ક્રેટા ગાડીને હડફેટે લેનારા જેસીબીના ચાલકની ધરપકડ
SHARE







મોરબીના નવા ધરમપુર ક્રેટા ગાડીને હડફેટે લેનારા જેસીબીના ચાલકની ધરપકડ
મોરબીના નવા ધરમપુર પાસે જેસીબીના ચાલકે ક્રેટા ગાડીને હડફેટે લીધી હતી જેથી ગાડી લઈને જઈ રહેલા વૃદ્ધને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીના નવા ધરમપુર ગામથી આગળ હનુમાનજીના મંદિર પાસેથી જુના ધરમપુર ગામે રહેતા નાનજીભાઈ ખાનાભાઈ વાલેરા (64) નામના વૃદ્ધ પોતાના હવાલા વાળી ક્રેટા ગાડી નંબર જીજે 36 એફ 9313 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે જેસીબી નંબર જીજે 4 એપી 0105 ના ચાલકે તેઓની ક્રેટા ગાડીને હડફેટે લીધી હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં નાનજીભાઈ વાલેરાને જમણા પગમાં તથા પાંસળીના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ તેઓએ મોરબી તાલુકામાં ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનાની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરાએ આરોપી સરીફ સકુરભાઈ પઠાણ (28) રહે. મૂળ રાજસ્થાન હાલ રહે. બાલાજી ક્રેનનો ડેલો બાયપાસ રોડ મોરબી વાળની ધરપકડ કરેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના જાંબુડીયા ગામે રહેતા અતુલ શ્રીનાથ મૌર્ય (25), કાજલબેન અશ્વિનભાઈ મૌર્ય (25) અને આકાશ સંતલાલ નિર્મલ (21) નામના ત્રણ વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના બોરીચાવાસમાં રહેતા ભારત મેસૂરભાઈ સોઢીયા (42) નામના યુવાનને જૂની યદુનંદન ગૌશાળાના નાલા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મારામારીમાં ઇજા
માળીયા મીયાણામાં સરકારી હોસ્પિટલ પાસે રહેતા વલ્લીમહમદ સાઉદીભાઈ જેડા (25) અને નૂરજહાબેન રમજાનભાઈ મોવર (30) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
