મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ યોજાશે
મોરબીમાં કાલે સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ અને યોગ શિબિર યોજાશે
SHARE







મોરબીમાં કાલે સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ અને યોગ શિબિર યોજાશે
મોરબીમાં ૧૧ મા 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશ તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ- મોરબી દ્વારા સતવારા સમાજની વાડી વજેપર મોરબી ખાતે વિનામૂલ્યે તા. ૩૦ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ યોગ શિબિર તથા સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
આ કેમ્પમાં યોગ નિદર્શન, આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ કરવામાં આવશે. અને ખાસ કરીને હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો, સ્નાયુનો દુ:ખાવો, ખરજવુ, ધાધર, ખીલ, કાળા ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત જેવા રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
