મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર પાસે આર્થિક તંગીથી કંટાળીને યુવાને કારખાનાના લેબર ક્વાર્ટરમાં કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના લાકડધાર પાસે આર્થિક તંગીથી કંટાળીને યુવાને કારખાનાના લેબર ક્વાર્ટરમાં કર્યો આપઘાત

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર યુવાને આર્થિક તંગીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ઇનડિઝાઇન સીરામીક કારખાનામાં લેવલ કોલોનીના લેબર ક્વાર્ટરની અંદર રહેતા નવલસિંહ કનુભાઈ રાઠૌર (41) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની સરલાદેવી નવલસિંહ રાઠૌર (40) રહે. હાલ લાકડધાર ગામની સીમ ઇનડિઝાઇન કારખાનાના લેબર ક્વાર્ટરમાં વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાને આર્થિક તંગીના કારણે કંટાળીને પોતે પોતાની જાતે આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

ભચાઉ તાલુકાના લાકડીયા ગામે રહેતા ધનીબેન ડાયાલાલ (58) નામના વૃદ્ધા લાકડીયા ગામ થી સામખયારી તરફ બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં વૃદ્ધાને ઈજા થહોવાથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News