મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ


SHARE









બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ

મોરબી જિલ્લા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા તા. ૨૮/૭ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, રૂમ નં. ૧૩૬ ખાતે “કોફી વિથ કલેક્ટર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાઓની ધો. ૬થી ૧૨ માં અભ્યાસ કરતી તેમજ વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓ ઉપસ્થિત રહેશે. દરમિયાન જિલ્લા કલેક્ટર દીકરીઓ સાથે સંવાદ કરી શિક્ષણ, કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી સેવાઓમાં ઉપલબ્ધ તકો, વ્યક્તિત્વ વિકાસ તથા જીવનલક્ષી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દીકરીઓ સાથે આત્મીય સંવાદ કરશે જેમાં સરકારી સેવાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, કારકીર્દી માર્ગદર્શન, જાહેર વહીવટમાં ઉપલબ્ધ તકો તેમજ જીવનલક્ષી પ્રેરણા જેવા વિષયો પર માર્ગદર્શન આપશે જેમાં દીકરીઓને પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને કલેક્ટર સાથે સીધો સંવાદ કરવાની પણ તક મળશે.

આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત દીકરીઓને કલેક્ટર કચેરીમાં કાર્યરત વિવિધ શાખાઓ અને કચેરીઓ મુલાકાત કરાવવામાં આવશે. વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પોતાની શાખાની કામગીરી, નાગરિકોને આપવામાં આવતી સેવાઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવશે. આ મુલાકાત દ્વારા દીકરીઓને સરકારી વહીવટને નજીકથી સમજવાની અને ભવિષ્યમાં જાહેર સેવા ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા મળશે. કાર્યક્રમ દ્વારા દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે, સરકારી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધે, જાહેર જીવનમાં તેમની ભાગીદારી મજબૂત બને તેમજ તેઓ આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક તરીકે વિકસે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે




Latest News