મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી


SHARE









ટંકારાના મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી

ટંકારાના મોટા રામપર ગામમાં કરિયાણાની દુકાન પાસે બાઈકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા અને ખેતી કામ કરતા પરીક્ષિતસિંહ રણુભા ઝાલા (33)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે તેણે પોતાના પિતાજીની માલિકીનું બાઈક નંબર જીજે 3 એફએમ 6620 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતો જગદીશ વિઠ્ઠલભાઈ સિહોરા (14) નામનો બાળક બાઇકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ગામ નજીક બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં જગદીશને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

તરુણ સારવારમાં

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાનમેટ ગામે રહેતા મોહન મેરૂભાઈ (17) નામના તરુણને વાડીએ હતો ત્યારે જમ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ્ય ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવારમાં આપીને આ બનાવની પોલીસને જાણ કરેલ છે.




Latest News