મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોએ યુવાન પાસેથી કાર-સ્કૂટર પડાવી લીધી, નવ પૈકીનાં પાંચ આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીમાં વ્યાજખોરોએ યુવાન પાસેથી કાર-સ્કૂટર પડાવી લીધી, નવ પૈકીનાં પાંચ આરોપીઓની ધરપકડ

મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા વેપારી યુવાને પોતાના ફ્લેટ અને કારના હપ્તા ચડી ગયા હોવાથી તે રકમ ભરવા માટે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાકડા જેવું વ્યાજ ચૂકવામાં આવતું હતું તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને વેપારી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેનું એકટીવા તથા વેન્યુ કાર બળજબરી પૂર્વક પડાવી લેવામાં આવેલ છે જેથી યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે 9 શખ્સોની સામે ફરિયાદ નોંધવાલે છે જેમાંથી પોલીસે પાંચ આરોપીઓની ઝડપી લીધેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચેના ભાગમાં આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજભાઇ લોહાણા રહે. ક્રિષ્ના સ્કૂલ પાસે મોરબી, દેવ લોહાણા રહે. બોની પાર્ક રવાપર, હિમેશભાઈ ખમીજા રહે. આનંદનગર સોસાયટી દલવાડી સર્કલ પાસે મોરબી, વિશાલભાઈ રહે. મોરબી, વિશાલ બોરીચા રહે. લતીપર ધ્રોલ, સાગર બારડ રહે. દરબારગઢ મોરબી, સઇદ અકરમ કાદરી રહે. કાલિકા પ્લોટ મોરબી, મહારાજ રહે. મોરબી અને અફ્રીદ શેખ રહે. વાવડી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે તે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે હવેલી પાન સેન્ટર ખાતે બેસવા માટે જતો હતો ત્યારે અર્જુન ગજ્જર, દેવ લોહાણા, જયરાજભાઇ લોહાણા, હિમેશ ખમીજા, સઇદ અકરમ, સાગર બારડ અને વિશાલ બોરીચા પણ ત્યાં બેસવા માટે થઈને આવતા હતા.

જેથી તે તેઓના પરિચયમાં આવ્યો હતો દરમિયાન ફરિયાદી યુવાનને તેના ફ્લેટ અને વેન્યુ ગાડીના હપ્તા ભરવા માટે થઈને રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે 5 ટકા ના વ્યાજ લેખે જુદા જુદા સમયે જયરાજભાઇ લોહાણા પાસેથી 14 લાખ રૂપિયા લીધા હતા અને આવી જ રીતે જુદાજુદા ટકા મુજબ દેવ લોહાણા પાસેથી 4,00,000, હિમેશ ખમીજા પાસેથી 2,00,000, વિશાલભાઈ પાસેથી 50,000, વિશાલ બોરીચા પાસેથી 50,000, સાગર બારડ પાસેથી 40,000, હીદ અક્રમ કાદરી પાસેથી 1,00,000, મારાજ પાસેથી 50,000 રૂપિયા અને અફ્રીદી શેખ પાસેથી 70,000 લીધેલા હતા જેની સામે ફરિયાદી દ્વારા ઊંચું વ્યાજ આરોપીઓને ચૂકવવામાં આવ્યું હતું અને મોટાભાગની રકમ ચૂકવી દેવામાં આવી હતી તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકી આપવામાં આવતી હતી.

દરમ્યાન આરોપી વિશાલ બોરીચા દ્વારા ફરિયાદી પાસેથી તેની એકટીવાને પડાવી લેવામાં આવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેવી જ આરોપી આફ્રિદી શેખ દ્વારા ફરિયાદીને જાનથી મારી રાખવાની ધમકી આપીને તેની પાસેથી વેન્યુ કાર પડાવી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ પીએસઆઈ સી.એમ.કરકર તથા તેની ટીમે ગણતરીના કલાકોમાં આરોપી સઇદઅકરમ નુરઅમીન કાદરી (26) રહે. ભવાની સોડા વાળી શેરી કાલીકા પ્લોટ રવાપર રોડ મોરબી, હરદેવ ઉર્ફે સાગર હરેશભાઇ બારડ (25) રહે.નાની માધણી શેરી મોરબી, આફ્રિદીન સતારભાઈ શેખ (24) રહે. લોમજીવન પાર્ક શેરી નંબર-૨ વાવડી રોડ મોરબી, યશગીરી અરવિંદગીરી ગોસ્વામી (26) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી ઉમા ટાઉનશીપ પાછળ મોરબી-૨ તથા વિરમ ઉર્ફે વિશાલ વિજાણંદભાઈ કેસુર (28) રહે. લતીપર ધ્રોલ વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News