મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની સાત હનુમાન સોસાયટીના મકાનમાથી ૩૧૦ ગ્રામ અફીણ સાથે બે શખ્સ પકડાયા


SHARE









મોરબીની સાત હનુમાન સોસાયટીના મકાનમાથી ૩૧૦ ગ્રામ અફીણ સાથે બે શખ્સ પકડાયા

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રહેતા શખ્સ દ્વારા અફીણનું વેચાણ કરવામાં આવતું હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાં અફીણ રાખીને માલ વેચનાર તેમજ મ અલ લેવા માટે આવેલ શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૧૦ ગ્રામ અફીણ સાથે બંનેની ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લામાં એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે એસપી દ્વારા સુચના આપવામાં આવી હતી જેથી કરીને મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ તથા સ્ટાફ દ્વારા મોરબી જિલ્લામાં ગેરકાયદેસર કેફી પદાર્થનુ વેચાણ કરતા ઇસમો શોધી કાઢવા કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં એસ.ઓ.જી.ના મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ પરમારને મળેલ હકીકત આધારે લાખુભા મહોબતસિંહ ઝાલાના ઘરમાં અફીણનો જથ્થો છે જેથી કરીને લાખુભા મહોબતસિંહ ઝાલા જાતે ક્ષત્રિય (ઉ.૬૦) રહે. લીલાપર રોડ, સાત હનુમાન સોસાયટી બ્લોક નં.૮૪ વાળાના ઘરે રેડ કરી હતી ત્યારે ઘરમાથી મકાન માલિક તેમજ અફીણ લેવા માટે આવેલ ભૈરોબક્સ રાજકુમાર ગરવાલ જાતે રજપુત (ઉ.૬૭) રહે.૬૧-ક, ચકડીહા ગામ પોસ્ટ ભારતગંજ થાનામાં માણ્ડા (ઉત્તરપ્રદેશ) હાલ રહે. મોરબી કાલીકા પ્લોટ ગુરુદ્વાર રામસીંગ સરદારજીના મકાનમાં વાળાઓ મળી આવ્યા હતા જુથી પોલીસે તેની પાસેથી ૩૧૦ ગ્રામ અફીણ જેની કિંમત ૩૧,૦૦૦ તથા બન્ને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૦,૧૬૦ અને બે મોબાઇલ આમ કુલ મળીને ૪૬,૬૬૦ ના મુદામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી હતી અને એન.ડી.પી.એસ. એકટ ૮ (સી), ૧૮(સી), ૨૯ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરી આગળની તપાસ માળીયાના પીએસઆઈ ચુડાસમાને સોપવામાં આવી છે આ કામગીરીમાં એસ.ઓ.જી. પીઆઇ જે.એમ.આલ, રણજીતભાઇ બાવડા, રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, માહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, સતિષભાઇ ગરચર, પ્રિયંકાબેન પૈજા, સંદિપભાઇ માવલા અને એ ડીવીઝ્નના ચકુભાઇ દેવશીભાઇ કરોતરા દ્વારા કરવામાં આવી હતી




Latest News