મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટનામાં ચાર સામે નોંધાયો ગુનો: આરોપીઓ હાથવેંતમાં


SHARE







હળવદના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટનામાં ચાર સામે નોંધાયો ગુનો: આરોપીઓ હાથવેંતમાં

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આચારસહિત અમલમાં છે ત્યારે હળવદ તાલુકાના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગમાં બંદૂકમાંથી જાહેરમાં ફાયરીંગ કરવામાં આવતું હોય તેવા વિડીયો સોશિઅલ મીડિયામાં વાઇરલ થાય હતા જેથી કરીને તાત્કાલિક પોલીસ હરકતમાં આવી હતી અને લગ્ન પ્રસંગમાં બારબોર બંદૂકમાંથી ફાયરીંગ કરનાર શખ્સની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ચાર શખ્સોની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપીઓ હાથવેંતમાં હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે

બનાવની હળવદ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાયધ્રા ગામે લગ્ન પ્રસંગ હતો ત્યારે વરઘોડામાં અને રસ ગરબા સમયે જાહેરમાં બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોય તેવા વિડીયો સોશિઅલ મીડિયામાં વાઇરલ થયા હતા જેથી એસપી સુબોધ ઓડેદરાએ વાઇરલ વિડીયોની તપાસ કરવા માટે અધિકારીને સૂચન આપી હતી અને તપાસમાં લગ્ન પ્રસંગમાં ફાયરીંગનો વિડીયો હળવદ તાલુકાના રાયધ્રા ગામનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ત્યાં તપાસ કરતાં ખેગાંરભાઈ ગાડુભાઈ કુકવાવાના દિકરાની દિકરીઓના લગ્ન હતા તેના વરઘોડામાં અને રસા ગરબામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી હળવદ પોલીસે ગણતરીના સમયમા ફાયરીંગ કરનાર ઈસમોને પકડીને તેની પુછપરછ કરી ફાયરીંગ કરનાર શખ્સો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે હાલમાં ખેંગારભાઈ ગાડુભાઈ કોળી, દેહરભાઈ ખેંગારભાઈ કોળી, કેહરભાઈ ખેગારભાઈ કોળી અને દિલિપભાઈ ઉર્ફે દિલાભાઇ માલાભાઈ કોળી રહે, બધા રાયધ્રા વાળાની સામે ગુનો નોંધાયો છે અને ખેંગારભાઈ ગાડુભાઈ કોળી દ્વારા તેનું પરવાના વાળું હથિયાર ફાયરિંગ કરવા માટે આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તમામ આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે






Latest News