મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરની કોર્ટે કરેલા આદેશની અવગણના કરનારા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરની કોર્ટે કરેલા આદેશની અવગણના કરનારા શખ્સ સામે ગુનો નોંધાયો

વાંકાનેરની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ થયો હતો જેમાં આરોપીને હાજર થવા માટે થઈને કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હતું અને તેના પત્રની બજવણી પણ આરોપીને કરી દેવામાં આવી હતી તેમ છતાં પણ આરોપીએ કોર્ટના હુકમની અવગણના કરી હતી જેથી કોર્ટના કર્મચારી દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કોર્ટમાં હાજર ન રહેલા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રોડ ગોકુલ નગરની બાજુમાં વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા અને વાંકાનેરમાં આવેલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા જયદેવસિંહ બચુભા ઝાલા (45) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝરના જવાબદાર વ્યક્તિ નરેશકુમાર ધુલાબભાઈ પટેલ રહે. રણછોડપુરા ચોકડી અગલોડ રોડ દેવપુરા તાલુકો વિજાપુર જીલ્લો મહેસાણા વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપી વિરુદ્ધ પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1016/2019 ધ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ થયેલ હોય જેમાં આરોપીને હાજર રહેવા માટે થઈને કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હતું અને તેના પત્રની બજવણી પણ આરોપીને કરી દેવામાં આવી હતી તેમ છતાં આરોપી કોર્ટના નિર્દેશ કરેલા સ્થળ અને સમયે હાજર ન રહીને કોર્ટના હુકમની અવગણના કરેલ છે જેથી કરીને કોર્ટના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની કલમ 209 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News