હળવદ ટાઉનમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ
મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને બેંગલોરથી પકડ્યો
SHARE







મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને બેંગલોરથી પકડ્યો
મોરબી તાલુકાના ઉંચી માંડલની સીમ નોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ થયું હતું જેની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીના પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને આ ગુનામાં આરોપીને ઝડપી પાડી સગીરાની શોધી કાઢી મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકા ઉંચી માંડલની સીમ નોકેન સીરામીકના કારખાનામાથી સગીરાનું અપહરણ થયું હતું જેથી સગીરાના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ તેની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું છે જેથી એસપી રાહુલ ત્રીપાઠી તથા ડીવાયએસપી પી.એ.ઝાલાએ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા આપેલ સુચના મુજબ તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને ટીમ કામ કરી રહી હતી. તેવામાં પીએસઆઇ એસ. એચ.ભટ્ટ તથા અરજણભાઈ ગેરીયા અને હસમુખભાઇ વોરાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપીને કર્ણાટક રાજયના બેગ્લોર શહેર ખાતેથી શોધી કાઢી આરોપી શીકુમાર ઉદ્દે શીપુ બીજય જેના (30) રહે. શાહપુર પોસ્ટ. ખુલુડા જિલ્લો બાલેશ્વર ઓડિસ્સા વાળાની ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
