મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને બેંગલોરથી પકડ્યો
લૂંટ મચી હૈ...: વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ખાલી ટ્રકના ચાલક પાસે અવરલોડ માલનો ચાર્જ માંગ્યો !
SHARE







લૂંટ મચી હૈ...: વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ખાલી ટ્રકના ચાલક પાસે અવરલોડ માલનો ચાર્જ માંગ્યો !
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ટ્રકની અંદર માલ ભરેલો ન હતો તેમ છતાં પણ તેની પાસેથી અવરલોડ માલ ટ્રકમાં ભરેલ છે તે પ્રકારનો ચાર્જ વસૂલ કરવા માટે ટોલનાકાના કર્મચારીએ કહ્યું હતું જેથી કરીને તે ટ્રક ચાલક સાથે રહેલા તેના ક્લીનર દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેથી કરીને ટોલનાકા ઉપર કરવામાં આવતી કામગીરી અને તેના કર્મચારીઓના કામ સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકા પાસેથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ટ્રકની અંદર માલ સામાન ભરેલ ન હતો અને ટ્રક આખો ખાલી હતો તેમ છતાં પણ ટોલનાકાના કર્મચારી દ્વારા તે ટ્રકની અંદર ઓવરલોડ માલ ભરેલો છે તે પ્રકારનો ચાર્જ આપવો પડશે તેવું કહ્યુ હતું. જોકે, ટ્રકની અંદર કોઈપણ પ્રકારનો માલ સામાન ભરેલ ન હતો જેથી ટ્રક ચાલકે વધારાનો ચાર્જ આપવાની ના પાડી હતી તો પણ ટોલનાકાના કર્મચારીએ ટ્રક ચાલક પાસેથી ઓવરલોડ માલ ભરેલો છે તેવું કહીને ચાર્જ વસૂલ કરવા નો પ્રયત્ન કરતા ટ્રક ચાલકની સાથે રહેલા તેના ક્લીનર દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તેની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે ટ્રક આખો ખાલી છે તેમ છતાં પણ ટ્રક ચાલક પાસેથી ઓવરલોડ માલ ભરેલ છે તે પ્રકારનો ચાર્જ શા માટે વસૂલ કરવામાં આવતો હતો તે સવાલ ઉઠી રહ્યો છે અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે અગાઉ વઘાસીયા ટોલનાકાની બાજુમાં કારખાનાની અંદરથી એક રસ્તો બનાવીને તેમજ વઘાસિયા ગામ બાજુથી એક રસ્તો કાઢીને બોગસ ટોલનાકા બનાવવામાં આવ્યા હતા. આમ જોવા જઈએ તો વઘાસીયા ટોલનાકુ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતું હોય છે ત્યારે હાલમાં જે ખાલી ટ્રકના ચાલક પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે બાબતની ખરાઈ કરવામાં આવે તો વઘાસીયા ટોલનાકા ઉપર વાહન ચાલકો પાસેથી લોલમલોલ ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
