ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે હથિયાર સાથે સરઘસ કાઢવા, સભા યોજવા કે જાહેર સ્થળોએ ફરવા ઉપર પ્રતિબંધ


SHARE













મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે હથિયાર સાથે સરઘસ કાઢવા, સભા યોજવા કે જાહેર સ્થળોએ ફરવા ઉપર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત મતદાન તા.૨૨-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ચૂંટણી દરમિયાન મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઉભા ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી-૨૦૨૫ વિસ્તારમાં મોરબી જિલ્લામાં આવેલ તમામ આત્મરક્ષણના/ પાકરક્ષણના પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર સાથે કોઇ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ જાહેરનામું ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જે ઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઇઝ, પોર્ટ, રેલવે, સંરક્ષાની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓ, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહીત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો હેરફેર કરવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.

ઔધોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહાકરી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરવામાં આથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિક્યુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી/ એકમનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્રક પોતાની સાથે રાખવાનું રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી/ એકમના અધિકૃત અધિકારીશ્રીએ આવા સિક્યુરીટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. શુટીંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે. તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામું તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.






Latest News