મોરબી (શહેરી) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ જૂને યોજાશે
મોરબી: તંદુરસ્ત સમાજ અને સ્વસ્થ ભાવિ માટે રાસાયણિક ખેતી છોડીને કરો પ્રાકૃતિક ખેતી
SHARE
મોરબી: તંદુરસ્ત સમાજ અને સ્વસ્થ ભાવિ માટે રાસાયણિક ખેતી છોડીને કરો પ્રાકૃતિક ખેતી
આજના સમયમાં કેન્સર જેવા અનેક રોગના કારણ બનેલી રાસાયણિક ખેત પધ્ધતિને બદલે હવે પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવવાનો સમય આવી ગયો છે, રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનમાં જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી જાય છે, પરિણામે અસંતુલન થાય છે જે પાકના આરોગ્ય અને ઉપજને અસર કરે છે. રાસાયણિક કૃષિમાં વપરાતા રસાયણો માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. આ રાસાયણિક પદાર્થોના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
જેમાં શ્વસન સમસ્યાઓ, ત્વચાની સમસ્યા સહિતના રોગ પણ સામેલ છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઉત્પાદનોના સ્વાદ, સુગંધ, રંગ અને મીઠાશને ઘટાડે છે. જેના લીધે વપરાશકારોને જે ફાયદો થવો જોઈએ તે નથી થતો, ઉપરાંત નુકસાન થાય છે. હવે જાણીએ રાસાયણિક કૃષિની સરખામણીએ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ કેવી રીતે પ્રભાવશાળી અને વધુ ફાયદાકારક છે. રાસાયણિક કૃષિને બદલે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનવવાનો અર્થ છે તંદુરસ્ત સમાજ નિર્માણની સાથે સ્વસ્થ ભવિષ્યનું સર્જન કરવું. પ્રાકૃતિક ખેતી અસંખ્ય ફાયદાઓ આપે છે જે પર્યાવરણની સાથેસાથે ખેડૂતો અને ગ્રાહકો માટે લાભદાયી છે. પ્રાકૃતિક ખેતી ટકાઉ કૃષિ પધ્ધતિઓ સુનિશ્ચિત કરે છે જે ઉત્પાદકતા જાળવી રાખે છે અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે.
માનવીના સ્વાસ્થ્યની સાથે જમીન સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટે પણ પ્રાકૃતિક ખેતી એટલી જ જરૂરી છે. રાસાયણિક ખેતી પધ્ધતિના વ્યાપક ઉપયોગને કારણે પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય પર તેની હાનિકારક અસરો પડી છે. માટે હવે સમય છે તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટે રાસાયણીક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી પધ્ધતિને અપનાવવાનો. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જમીનનું ધોવાણ કરે છે. જેથી જમીનની કુદરતી રચનામાં વિક્ષેપ પડે છે, કાર્બનિક પદાર્થોને ઘટાડે છે અને જમીનની ફળદ્રુપતા માટે જરૂરી એવા મહત્વપૂર્ણ સુક્ષ્મ સજીવોનો નાશ કરી નુકસાન તરફ દોરી જાય છે. આ સુક્ષ્મજીવો જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
પ્રાકૃતિક ખેતી મોંઘા રાસાયણિક ખાતરો પર નિર્ભરતા શૂન્ય કરે છે. ખેડૂતો પોતાના જ ખેતરમાંથી ઉત્પન્ન થતાં કુદરતી જીવામૃતનો ઉપયોગ કરી નોંધપાત્ર રીતે ખર્ચ ઘટાડે છે. પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતા પાક વધુ સારા સ્વાદ, પોષણ મૂલ્ય સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે. તેનાથી ખેડૂતોને વધુ સારી આવક અને બજાર ભાવ વધારે મળે છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતાને જાળવી રાખે છે અને તેમાં વધારો પણ કરે છે. જે લાંબા ગાળાની કૃષિ સદ્ધરતા સુનિશ્ચિત કરે છે. સજીવ ખેતી જમીન, પાણી અને સમગ્ર પર્યાવરણ પર થતી નકારાત્મક અસરને ઘટાડે છે.