મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ફટાકડાના વેપારીઓના પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરવા ધારાસભ્યને કરી રજૂઆત


SHARE









મોરબીમાં ફટાકડાના વેપારીઓના પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરવા ધારાસભ્યને કરી રજૂઆત

મોરબીમાં ફટાકડાના વેપારીઓને ફટાકડાનું લાયસન્સ માત્ર બે વર્ષ માટે રીન્યુ કરી આપવામાં આવે છે તેના બદલે પાંચ વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરી આપવામાં આવે તેવી માંગ સાથે આજે મોરબી ફટાકડા એસો.ના પ્રમુખની આગેવાનીમાં મોરબીના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી.

મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે રહેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને આજે મોરબી ફટાકડા એસો.ના પ્રમુખ નિતિનભાઈ પોપટ, ઉપપ્રમુખ મનીષભાઈ વાઘડિયા તેમજ વિપુલભાઈ ટોળીયા, પરેશભાઈ હિરાણી સહિતના સભ્યો ગયા હતા અને ત્યાં રજુઆત કરવામાં આવી હતી કે, મોરબી જીલ્લામાં ફટાકડાના વેપારીઓ દ્વારા નાના પાયે વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં આવે છે અને ફટાકડાના વેપારીઓ દ્વારા સરકારના નિયમોનું પાલન કરવાં આવે છે અને જરૂર મુજબના ફાયરના સાધનો પણ રાખવામા આવે છે જો કે, તેમના પાસે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યાં જે રીતે ફાયરના સાધનો રાખવા માટેની સરકારે સૂચના આપેલ છે તેવા ફાયરના સાધનો રાખવા માટેનો અધિકારી દ્વારા આગ્રહ રાખવામા આવે છે જે શક્ય નથી. અને હાલમાં માત્ર બે વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે. તેના બદલે મોરબીના ફટાકડાના લાયસન્સ હોલ્ડર વેપારીઓ ફાયર સેફટીના તમામ નિયમોનું સરકારની સુચના મુજબ પાલન કરવામાં આવે છે જેથી કરીને મોરબીના વેપારીઓને ફટાકડાનું લાયસન્સ પાંચ વર્ષ માટે રીન્યુ કરી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News