મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ ત્રણ વ્યાજખોરની ધરપકડ


SHARE









મોરબીમાં વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ ત્રણ વ્યાજખોરની ધરપકડ

મોરબીની ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા વેપારી યુવાને પોતાના ફ્લેટ અને કારના હપ્તા ચડી ગયા હોવાથી તે રકમ ભરવા માટે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાકડા જેવું વ્યાજ ચૂકવામાં આવતું હતું તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા જતાં જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચેના ભાગમાં આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજભાઇ લોહાણા, દેવ લોહાણા, હિમેશભાઈ ખમીજા, વિશાલભાઈ, વિશાલ બોરીચા, સાગર બારડ, સઇદ અકરમ કાદરી, મહારાજ અને અફ્રીદ શેખ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે ફરિયાદી યુવાનને તેના ફ્લેટ અને વેન્યુ ગાડીના હપ્તા ભરવા માટે થઈને રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયો હતો જેથી તેની પાસેથી કાર અને સ્કૂટર પણ વ્યાજખોરોએ પડાવી લીધા  હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પહેલા પોલીસે 6 આરોપીઓને પકડ્યા હતા અને આ ગુનામાં પીએસઆઇ સી.એમ. કરકર અને તેની ટીમ દ્વારા આરોપી જયરાજ વિજયભાઈ પંડિત (27) રહે ક્રિષ્ના સ્કૂલ પાસે ચંદ્રભાવ એપાર્ટમેન્ટ રવાપર મોરબી, દેવ દીપકભાઈ પંડિત (24) રહે. 14 વજેપર મોરબી અને વિશાલ દિનેશભાઈ મેઢા (28) રહે વ્રજવાટિકા એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી વાળા ની ધરપકડ કરેલ છે.




Latest News