સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે પરણીતાએ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE















મોરબીના રવાપર નદી ગામે પરણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના રવાપર નદી ગામે રહેતી પરણીતાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને મૃતક મહિલાનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા દિનેશભાઈ ચૌહાણના પત્ની નૈનાબેન દિનેશભાઈ ચૌહાણ (32)એ કોઈ કરણોસર ગઈકાલે પોતે પોતાના ઘરની અંદર ગળાફસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને તેઓના પતિ દિનેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો 10 વર્ષનો છે જોકે ક્યા કારણોસર તેને અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગૌતમસિં કિશોરસિંગ (35) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના બાદપર ગામે રહેતો રોહિતભાઈ દિનેશભાઈ પરમાર (22) નામનો યુવાન લક્ષ્મીનગર અને બેલા ગામ વચ્ચેથી બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News