મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થવાથી આધેડ મહિલાનું મોત


SHARE









મોરબીના મકનસર નજીક બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થવાથી આધેડ મહિલાનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કારખાનાની સામેના ભાગમાં આવેલ કટ્ટ પાસે મહિલા ઊભી હતી ત્યારે બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડીને રિવર્સમાં લેતા આધેડ મહિલાને હડફેટે લીધી હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગોંડલના રહેવાસી અને હાલમાં વાંકાનેરના જીનપરા વિસ્તારમાં સુંદરજીભાઈ વાળી શેરીમાં રહેતા અજયભાઈ ભરતભાઈ સોઢા (23)એ બોલેરો ગાડી નંબર આરજે 4 જીસી 5350 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર પેગવીન કારખાના તરફ જવાના રસ્તાની કટ્ટ પાસે તેઓના માતા મંજુબેન ભરતભાઈ સોઢા (55) ઉભા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી બોલેરો ગાડી બેફિકરાયથી રિવર્સમાં લીધી હતી અને ફરિયાદીના માતાને હડફેટે લીધા હતા ત્યારે ફરિયાદીની માતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાહેરનામાનો ભંગ

મોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં પરપ્રાંતીય માણસોને મકાન ભાડે આપ્યું હતું જેની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હતો માટે મકાન માલિક માવજીભાઈ અણદાભાઈ ચાવડા (75) રહે. કબીર ટેકરી વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News