મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મનપાની હદમાં ૩૯.૨૦ કરોડના કામોને સરકારમાંથી મળી સૈધ્ધાંતિક મંજુરી


SHARE









મોરબી મનપાની હદમાં ૩૯.૨૦ કરોડના કામોને સરકારમાંથી મળી સૈધ્ધાંતિક મંજુરી

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આઉટગ્રોથ વિસ્તારના વિકાસના કામો માટે જુદાજુદા કામોને મંજૂર મળેલ છે અને સરકારમાંથી ૩૯.૨૦ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે. તેવી માહિતી મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખામાંથી આપવામાં આવેલ છે.

મોરબીમાં જે કામો મંજૂર કરવામાં આવેલ છે તેમાં નાની વાવડી ગામે નાની વાવડી ગ્રામ પંચાયત કચેરી રસ્તે પીવાના પાણીની લાઈન નાખવાનું કામ, નાની વાવડી ગામે નાની વાવડી ગ્રામ પંચાયત કચેરી રસ્તે ભુગર્ભ ગટરની લાઈન નાખવાનું કામ, શનાળા થી ઘૂનડા તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઈટ નાખવાનું કામ, નઝરબાગ ફાટક થી ભડિયાદ ગામ સુધી ડામર રોડ, કેદારીયા હનુમાનથી સેન્ટમેરી ફાટક સુધી સી.સી.રોડ, એસ.પી મેઈન રોડ વાયડનીંગ સાથે સી.સી.રોડ, શનાળામાં સી.સી.રોડ, લીલાપર વિસ્તારમાં આવેલ તળાવના બ્યુટીફીકેશનનું કામ, શકત શનાળા ખાતે ઝોનલ ફાયર સ્ટેશનનું કામ અને બોરીયા પાટીમાં પીવાના પાણીની લાઈનના કામનો સમાવેશ થાય છે.




Latest News