મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રિસામણે બેઠેલ દીકરીના જેઠ, જેઠાણી અને તેના દીકરાએ કર્યો હુમલો: પથ્થર-નળિયાના છૂટા ઘા કરીને પાંચ વ્યક્તિને કરી ઇજા


SHARE













મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રિસામણે બેઠેલ દીકરીના જેઠ, જેઠાણી અને તેના દીકરાએ કર્યો હુમલો: પથ્થર-નળિયાના છૂટા ઘા કરીને પાંચ વ્યક્તિને કરી ઇજા

મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતી મહિલાની દીકરીને સાસરિયા વાળા સાથે મનદુખ ચાલતું હોય તે રિસામણે બેઠેલ છે અને તે દીકરીના જેઠ, જેઠાણી અને તેના દીકરા દ્વારા મહિલાના ઘરે આવીને તેની સાથે મારામારી અને માથાકૂટ કરવામાં આવી હતી ત્યારે મહિલા, તેની દીકરી, દીકરા અને ભાભીને ઢીકાપાટુ અને પથ્થર તેમજ નળિયાના છૂટા ઘા કરીને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને બે શખ્સને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ વઢવાણાના રહેવાસી અને હાલમાં મોરબીમાં માળિયા વનાળીયા સોસાયટી રોડ સોલંકી પાન વાળી શેરીમાં રહેતા પ્રભાબેન હસમુખભાઈ સોલંકી (48)મનુભાઈ બાબુભાઈ બાંભણવા, તેઓના પત્ની વર્ષાબેન મનુભાઈ બાંભણવા અને તેના દીકરા સુમિત મનુભાઈ બાંભણવા રહે. બધા માળિયા વનાળીયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં  જણાવ્યું છે કે તેઓની દીકરી નયનાને સાસરી વાળા સાથે મનદુખ ચાલતું હોય તે રિસામણે બેઠેલ છે અને તે બાબતનો ખા રાખીને તેના જેઠ, જેઠાણી અને તેનો દીકરો ફરિયાદી તથા તેઓની દીકરી, દીકરા અને ભાભી હેતલબેન સાથે માથાકૂટ કરવા માટે આવ્યા હતા ત્યારે ફરિયાદી સહિતનાઓને ગાળો આપી હતી અને ફરિયાદીની દીકરીને ઢીકાપાટુનો માર્યો હતો તેમજ વર્ષાબેન અને સુમિત્તે ફરીયાદીની દીકરી નયનાબેનને છૂટા પથ્થર તથા નળિયાના ઘા કરીને જાઓ કરી હતી અને ફરિયાદીના ભાભી તેમજ દીકરા હિમાંશુને મૂઢમાર મારીને ફ્રેકચર જેવી ઇજાઓ કરેલ છે તથા ફરિયાદી સહિતનાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને વશરામભાઈને ગાલ ઉપર લાફો માર્યો હતો અને લાકડી વડે મારમારી ઇજા કરેલ છે જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી મહેશ ઉર્ફે મનુભાઈ બાબુભાઈ બાંભણવા (46) અને સુમિત મનુભાઈ બાંભણવા (19) રહે. બંને માળિયા વનાળીયા સોસાયટી વાળાને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News