મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી 120 બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE









મોરબીમાં આવેલ નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી 120 બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટી નજીક આવેલ નીલકંઠ રેસિડેન્સીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 120 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી 1,56,000 ની કિંમતનો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીના રોડ ઉપર નીલકંઠ રેસિડેન્સી મકાન નંબર બી/56 માં રહેતા હિતેશભાઈ ડાભીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 120 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,56,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં  આરોપી હિતેશ ગોવિંદભાઈ ડાભી રહે. નવલખી રોડ શ્રદ્ધા પર સોસાયટી પાસે નીલકંઠ રેસિડેન્સી મકાન નંબર બી/56 વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News