આજથી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ- ૩ નો પ્રારંભ
મોરબી તાલુકામાંથી સગીરાના અપહરણના ગુનામાં બે આરોપીની ધરપકડ
SHARE







મોરબી તાલુકામાંથી સગીરાના અપહરણના ગુનામાં બે આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના લીલાપર ગામેથી સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં સંડોવાયેલ બે આરોપીની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મધ્યપ્રદેશના ધાર જીલ્લાના તિરલા પોલીસ સ્ટેશનથી અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ઝીરો નંબરથી આવેલ હતી. ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોઈને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી. અને એસપી રાહુલ ત્રીપાઠીની સૂચના મુજબ અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકાનાં પીઆઇ એસ.કે. ચારેલ અને તેઓની ટિમ તપાસ કરી રહી હતી તેવામાં તાલુકાનાં પીએસઆઈ એસ.એચ.ભટ્ટ તથા નીરવભાઇ મકવાણા અને અર્જુનસિંહ પરમારે ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી મુખ્ય આરોપી કમલેશ હિરૂભાઈ અજનારને ભાવનગર ખાતે શોધી કાઢેલ તેમજ મહાવીરસિંહ પરમાર, વિજયભાઇ ડાંગર તથા શકતિસિંહ જાડેજાએ સહઆરોપી વિપીનભાઇ દસરીયાભાઇ બધેલને મોરબી તાલુકા લીલાપર ગામના પાછળ આવેલ પથ્થરની ખાણમાંથી શોધી કાઢી બંને આરોપીઓની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
