મોરબીના પંચાસર ગામે ટ્રેક્ટરમાંથી નીચે પડેલ પથ્થર-માટી સાફ કરવાનું કહેતા યુવાનને મારમાર્યો
આજથી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ- ૩ નો પ્રારંભ
SHARE







આજથી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ- ૩ નો પ્રારંભ
કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -3 આયોજીત કરવામાં આવેલ છે. આયોજક કચ્છનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી-માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે.
કચ્છના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા.6/3/25 થી પ્રારંભ આ ટુર્નામેંટ-3 માસ થી વધુ સમય ચાલશે જેમાં 500 થી વધુ ટીમો ભાગ લઇ રહેલ છે. ઓપન કચ્છ ડે-નાઇટ સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ સીઝન-3 નું આયોજન તા.7/6/25 ને શનિવારના સાંજે 6 કલાકે જયુબિલી ગ્રાઉન્ડ ભુજ ખાતે કરવામાં આવશે. જેમાં ૧૬ થી વધુ ટીમો ભાગ લેશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકોને ટુર્નામેન્ટ દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ વિનોદભાઇ ચાવડા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટે જણાવ્યું હતું.
