આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ ભટ્ટની વરણી: નવી ટિમ જાહેર


SHARE















મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ ભટ્ટની વરણી: નવી ટિમ જાહેર

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે શનિવારે સાંજે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ પંડ્યાની હાજરીમાં બ્રહ્મ સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજની નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ કે. ભટ્ટ (આર.કે. ભટ્ટ)ની વરણી કરવામાં આવેલ છે.

મોરબી સમસ્ત બ્રહ્મસમાજની નવી ટિમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ કે. ભટ્ટ, મહામંત્રી પદે જયેશભાઈ દવે અને નીરજભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ દીપકભાઈ મહેતા, કિશોરભાઈ પંડ્યા, મીલેશભાઈ જોશી અને રાજુભાઈ જોષી (આશીર્વાદ હોટલ), સહમંત્રી પદે સુરેશભાઈ જોશી, દીપ પંડ્યા, દીપકભાઈ ચાઉં, કાનાભાઈ ગિરધરભાઈ જોષી અને સુરેશભાઈ ત્રિવેદી, ખજાનચી પદે રાજુભાઈ પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્ર ભટ્ટ અને કારોબારી સમિતિમાં ડો. અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો.બીકે લહેરૂ, એડવોકેટ જગદીશ ઓઝા, પ્રશાંતભાઈ મહેતા, મહેશ ભટ્ટ અને અતુલભાઇ જોશીનો સમાવેશ થાય છે.




Latest News