મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

વાહન ચાલકોને લૂંટવાનો કારસો !: વાંકાનેરના વઘાસીયા ટોલનાકે અંડરલોડ ટ્રકના ચાલક પાસેથી અવરલોડનો ચાર્જ માંગ્યો ?, વિડીયો થયો વાઇરલ


SHARE

















વાહન ચાલકોને લૂંટવાનો કારસો !: વાંકાનેરના વઘાસીયા ટોલનાકે અંડરલોડ ટ્રકના ચાલક પાસેથી અવરલોડનો ચાર્જ માંગ્યો ?, વિડીયો થયો વાઇરલ

વાંકાનેરના વઘાસીયા પાસે આવેલ ટોલનાકૂ છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં હોય છે તેવામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકમાં અંડરલોડ માલ ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી અવરલોડ માલ ટ્રકમાં ભરેલ છે તેવું કહીને ટોલનાકાના સ્ટાફ દ્વારા ચાર્જ માંગવામાં આવેલ હતો જેથી કરીને ટ્રક ચાલકે ઓવરલોડ માલનો ચાર્જ આપવાની ટ્રક ડ્રાઇવરે ના પડી હતી અને ટોલનાકે થયેલ ટ્રકનો વજન અને ટોલનાકાના વજન કાંઠે થયેલ ટ્રકના વજનમાં મોટો તફાવત સામે આવ્યો હતો જેથી ટોકણાકાના સ્ટાફે સ્વીકાર્યું હતુ કે તેઓના ટોલનાકા વજન કાંટાની પ્રોબ્લેમ છે અને આવું વારંવાર બને છે તો પછી તેનો કાયમી નિકાલ ટોલનાકાના સંચાલકો દ્વારા કેમ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર વઘાસિયા ગામ પાસે ટોલનાકૂ આવેલ છે અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે જો કે, એક સપ્તાહ પહેલા એક ટ્રક ચાલક તેનો ખાલી ટ્રક લઈને ટોલનાકામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ટ્રકમાં ઓવરલોડ માલ ભરેલ છે તેવું કહીને ચાર્જ માંગવામાં આવેલ હતો જેથી તે ટ્રક ચાલકે વધારાનો ચાર્જ આપવાની ના પાડી હતી અને ટોલનાકા ઉપર ઊભેલી તેની ખાલી ટ્રક દેખાઈ તેવો વિડીયો બનાવીને સોશિઅલ મીડિયામાં તે વિડીયો વાઇરલ કર્યો હતો. ત્યાર બાદ આ ટોલનાકાનો વધુ એક વિડીયો સોશિઅલ મીડિયા વાયરલ થયેલ છે જેમાં પણ ટ્રક અંડરલોડ હોવા છતાં પણ વાહન ચાલક પાસેથી ઓવરલોડ માલ ભરેલ છે તેવું કહીને ચાર્જ માંગવામાં આવેલ હતો.

હાલમાં જે વિડીયો સામે આવેલ છે તે બે દિવસ પહેલાનો વિડીયો છે અને ટ્રકમાં અંડરલોડ માલ ભરેલ હતો તો પણ ટોલનાકા ઉપર તેનો વજન 45 ટન બતાવતો હોવાથી ટ્રક ચાલકે તેના ટ્રકમાં અંડરલોડ માલ ભરેલ હોવાથી વધારાના રૂપિયા આપવાની ના પડી હતી જેથી ટોલનાકાના માણસોએ તેની સાથે માથાકૂટ કરી હતી જેનો ટ્રકના ડ્રાઇવરે વિડીયો બનાવેલ હતો અને તે વિડીયો તેણે સોશિઅલ મીડિયામાં વાયરલ કરેલ છે. ઉકેખનીય છે કે, જે ટ્રકનો વજન 45 ટન ટોલનાકાના વજન કાંટે થયો હતો તે ટ્રકને વજન કાંટે લઈ જવામાં આવતા તેમાં 42.900 ટન વજન થયેલ હતો એટ્લે કે, ટોલનાકાના કાંટે જે વજન બાતવવામાં આવ્યો હતો તેના કરતાં વજન કાંટે તે ટ્રકમાં 2100 કિલો વજન ઓછો હોવાનું સામે આવ્યું હતું આમ ટોલનાકાના વજન કાંટામાં ટેકનિકલ ખામી છે કે પછી જાણી જોઈને ટ્રક સહિતના ભારે વાહનોના ચાલકોને લૂંટવા માટે ટોલનાકાના વજન કાંટામાં ગોલમાલ કરવામાં આવેલ છે તે તપાસનો વિષય છે. 






Latest News